September 21, 2026
Other

અમદાવાદમાં એક ખાસ કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં એક કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ કોઈ લગ્ન કે માંગલિક પ્રસંગના આમંત્રણની કંકોત્રી નથી. પરંતુ આ કંકોત્રી છે લોકશાહીના મહાપર્વના આમંત્રણની. શહેરીજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને મોટી સંખ્યામાં મતદાન કરે તેવા ઉમદા હેતુ સાથે આ આમંત્રણ પત્રિકા રૂપી કંકોત્રી છપાવવામાં આવી છે.

ચૂંટણી પંચ અને શિક્ષણ વિભાગ દ્વારા અનોખી રીતે ચૂંટણી પ્રચાર માટે આવી કંકોત્રી છાપવામાં આવી છે. જેમાં લગ્નની કંકોત્રીની જેમ જ મતદાન કરવા માટે મતદારને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમદાવાદના મતદારોને જાગ્રત કરવા માટે સ્વામીનારાયણ વિદ્યાલય મંદિર મેમનગરના વિદ્યાર્થીઓએ કંકોત્રી વહેંચી છે. સ્કૂલના વિદ્યાર્થીઓ શહેરની સોસાયટીઓમાં જઈને મતદારોને કંકોત્રી આપીને 7 મી મેના રોજ અચૂક મતદાન કરવા અપીલ કરી

Related posts

લોક મુખે ચર્ચાતા અમદાવાદના ભૂતિયા સ્થળ

Ahmedabad Samay

બોલીવુડના ‘હી-મેન’ ધર્મેન્‍દ્ર હવે આપણી વચ્‍ચે નહિ રહ્યા.

Ahmedabad Samay

નવી સોલિડ-સ્ટેટ બેટરી ટેકનોલોજીથી ઇલેક્ટ્રિક કારની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે, બેટરી માત્ર પાંચ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકશે

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

લોકસભા ગુજરાત પરિણામ અપડેટ

Ahmedabad Samay

રાજસ્‍થાન મ્‍યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે અનેક મ્‍યુનિસિપલ કોર્પોરેશનો જીત્‍યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો