August 7, 2026
મનોરંજન

યામી ગૌતમ અને વિક્રાંત મેસીની રોમાન્ટિક અને કોમેડી ફિલ્મ ‘ગિન્ની વેડ્સ સની’ ૦૯ ઓક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે

યામી ગૌતમ અને વિક્રાંત મેસીની ફિલ્મ ‘ગિન્ની વેડ્સ સની’ની રિલીઝ ડેટ સામે આવી  છે. ‘ગિન્ની વેડ્સ સન્ની’ના નિર્દેશક પુનીત ખન્ના છે. ફિલ્મ ‘ગિની વેડ્સ સન્ની’ 9 ઓક્ટોબરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મની બંનેની પહેલી ઝલક સાથે રિલીઝ ડેટની ઘોષણા કરવામાં આવી છે. તરણ આદર્શે ટ્વીટર પર આ પોસ્ટર શેર કર્યું છે.

ગિન્ની વેડ્સ સની ‘યામી ગૌતમ અને વિક્રાંત મેસી ભજવી રહ્યા છે. પુનીત ખન્ના નિર્દેશિત આ ફિલ્મનું પ્રીમિયર 9 ઓક્ટોબર 2020 ના રોજ નેટફ્લિક્સ પર આવશે. ‘યામી ગૌતમ અને વિક્રાંત મેસીએ આ ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કર્યું છે. ફિલ્મ ‘ગિન્ની વેડ્સ સન્ની’ નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. સોની મ્યુઝિક ઇન્ડિયાના બેનર હેઠળ આ ગીત રજૂ કરવામાં આવ્યું છે. આ ગીત કૃણાલ વર્માએ લખ્યું છે. આ ગીત પાયલ દેવ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને દેવ નેગીની સાથે ગાયું પણ છે. ‘ગિન્ની વેડ્સ સની’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી સનીની ભૂમિકામાં છે, જ્યારે યામી ગૌતમ ગિન્નીમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા વિક્રાંત મેસી કલાપ્રેમી રસોઇયાની ભૂમિકામાં છે. ફિલ્મની પટકથા નવજોત ગુલાતી અને સુમિત અરોરાએ લખી છે. બ્યુટી પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્માણ વિનોદ બચ્ચને કર્યું છે. પુનીત ખન્ના દિગ્દર્શિત ગિન્ની વેડ્સ સની 9 ઓક્ટોબરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે

Related posts

આ જબરદસ્ત સિરીઝ આ મહિને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે, જૂન મહિનો ધમાકેદાર થવા જઈ રહ્યો છે

Ahmedabad Samay

એશ્વર્યા રાયને મારપીટ કરવાના સવાલ પર સલમાન ખાને આપ્યો હતો ચોંકાવનારો જવાબ….

Ahmedabad Samay

ધ કશ્મીર ફાઇલ દ્વારા કશ્મીરી પંડિતો પર ગુજરેલી સત્ય ઘટનાઓ ઉજાગર કરી લોકો સમક્ષ લાવી

Ahmedabad Samay

ગોધરાકાંડ ઉપર આધારીત ‘એકસીડન્‍ટ ઓર કોન્‍સ્‍પીરસી,ગોધરા’ (ચેપ્‍ટર-૧) ૧ માર્ચે થશે રીલીઝ

Ahmedabad Samay

તાંડવ વેબ સિરીઝ ઉપર યોગી સરકાર ભડકી,ગંભીર કલમો હેઠળ કેસ કરાશે

Ahmedabad Samay

રોકી ઔર રાની કી પ્રેમ કહાની ત્રીજા દિવસે ઝડપી, ફિલ્મે જીતી લીધા ચાહકોના દિલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો