September 21, 2026
ગુજરાતદેશ

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

કોરોના કાળમાં મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહી રહી છે. કોરોનાના વધતા જતાં સંક્રમણને જોતા લોકો પણ ઘરેથી કામ કરવાને જ વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. એવામાં દેશની સરકારી બેંક બેંક ઑફ બરોડાપણ આ દિશામાં મોટો નિર્ણય લઈ શકે છે

 

બેંક ઑફ બરોડામાં તાજેતરમાં જ વિજયા બેંક અને દેના બેંકનો વિલય કરવામાં આવ્યો છે. બેંકે કોરોના બાદ આ વર્ક ફ્રોમ હોમની રણનીતિ બનાવવાના સૂચન માટે મેનેજમેન્ટ કન્સલટન્સી ફર્મ મેકિન્સે એન્ડ કંપનીની નિમણૂંક કરી છે

આ અંગે બેંક ઑફ બરોડાના CEO સંજીવ ચઢ્ઢાએ જણાવ્યું કે, બેંક  આ પ્રકારની રણનીતિ પર વિચાર કરી રહી છે. મહામારી  બાદ બેંક પોતાના કર્મચારીઓ અને તેમના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખીને કામ કરે.

ચઢ્ઢાએ બેંકના ત્રીજા ત્રિમાસિક આર્થિક પરિણામોની જાહેરાત કરતા જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2021માં ત્રીજા ત્રિમાસિકમાં બેંક ઑફ બરોડાને (Bank Of Baroda) 1061.1 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે નાણાંકીય વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિકમાં બેંકને 1407 કરોડ રૂપિયાનું નુક્સાન થયું હતું.

ઓક્ટોબર મહિનામાં જ બેંકે પોતાના વર્ક ફોર્સને 50-50માં વિભાજિત કરીને વર્ક ફ્રોમ હોમની નવી વ્યવસ્થા શરૂ કરી હતી. બેંક ઑફ બરોડાના કુલ વર્કફોર્સના 50-50 ભાગોમાં વિભાજિત કરીને અડધા કર્મચારીઓને આગામી 5 વર્ષ માટે ઘરેથી કામ કરવાની તૈયારી હતી. જ્યારે અડધા કર્મચારીઓને બેંકમાં આવીને કામ કરે, તેવો નિર્ણય લેવાયો હતો.

Related posts

ડેલ્ટા વેરિયન્ટના સાત કેસ સામે આવતા ચિંતા વધી

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડનમાં દેખાયા કોરોના ના સુપર સ્પ્રેડર

Ahmedabad Samay

અખિલ ભારતીય ધનગર સમાજ મહાસંધે તેનો બીજો પરિચય સંમેલન અને ત્રીજો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણ સરકાર પર પ્રહાર

Ahmedabad Samay

ભુપેન્દ્રભાઈનાનવા મંત્રીમંડળમાં ૧૦ કેબિનેટ પ્રધાનો, પાંચને સ્વતંત્ર હવાલો અને નવ રાજ્યકક્ષાના પ્રધાનો બન્યા

Ahmedabad Samay

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો