September 25, 2026
Other

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો

ગુજરાતના ખેડા જિલ્લામાં શિવ યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો.ખેડાના થસરામાં આ પથ્‍થરમારાની ઘટના બાદ બે જૂથો વચ્‍ચે તણાવ વધી ગયો હતો, ત્‍યારબાદ પોલીસે વિવિધ વિસ્‍તારોમાં કોમ્‍બિંગ કર્યું હતું અને છ પથ્‍થરબાજો સહિત ૧૫ લોકોની ધરપકડ કરી હતી.

 

ઠાસરામાં શિવ યાત્રા દરમિયાન થયેલા પથ્‍થરમારા બાદ પોલીસે આ વિસ્‍તારમાં સુરક્ષા વ્‍યવસ્‍થા સઘન બનાવી દીધી છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત છે. પોલીસે સંવેદનશીલ વિસ્‍તારોમાં ફ્‌લેગ માર્ચ પણ કાઢી હતી. આ ઉપરાંત પોલીસે પેટ્રોલીંગ પણ વધારી દીધું છે. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ સહિત છ લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર સર્થે હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા.

વિધર્મીઓને પથ્‍થરમારો કરવા કોણે ઉશ્‍કેર્યા તે જાણવા માટે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પત્‍થરો કયાંથી આવ્‍યા? શું આ ઘટના માટે પહેલેથી જ તૈયારી હતી? આ તમામ ઘટનાની પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલ છે. જો કે હવે આ વિસ્‍તારમાં શાંતિનો માહોલ છે.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્‍યો છે, જેમાં જોઈ શકાય છે કે એક સમુદાય એક ધાર્મિક સ્‍થળની ટોચ પર ઉભા રહીને પથ્‍થરમારો કરી રહ્યો છે, ત્‍યારબાદ બંને તરફથી પથ્‍થરમારો શરૂ થઈ ગયો છે. તે પછી, તે સાંકડી શેરીઓમાં પડેલા પથ્‍થરો જોઈ શકાય છે. આ જ વીડિયોમાં રસ્‍તા પર પડેલા ચપ્‍પલ પણ જોઈ શકાય છે, જ્‍યારે નાસભાગ મચી ત્‍યારે લોકો કઈ હાલતમાં દોડ્‍યા હતા તેનો અંદાજ પણ લગાવી શકાય છે.

Related posts

મેઘાણીનગરમાં બન્યો હિટ એન્ડ રન નો કેસ, બે મતવિસ્તારે લીધો સાત વર્ષના માસૂમ બાળકનો ભોગ, બે મતવિસ્તારના વિભાજનમાં આમ જનતાનો લેવાય છે ભોગ

Ahmedabad Samay

વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની

Ahmedabad Samay

૨૦૩૦ સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્‍સેદારી સાથે પેન્‍શન લાભો ૨૨ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

Skin Care Tips: વરસાદની ઋતુમાં આ રીતે તમારી તૈલી અને ચીકણી ત્વચાની સંભાળ રાખો

Ahmedabad Samay

રાજકોટના સ્પોર્ટ્સ પ્રેમીઓ થઈ જાવ તૈયાર: સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં જીમ અને કરાટેની બેચનો થયો પ્રારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો