June 25, 2026
ગુજરાત

આ વખતે ભાજપને ૩૭૦ થી વધુ સીટો મળશે, મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે : જગદગુરુ રામભદ્રાચાર્ય

ચૂંટણી પંચ આગામી સપ્તાહે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ભાજપ અને કોંગ્રેસે પણ લોકસભા ચૂંટણી માટે તેમની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ ચૂંટણીને લઈને કેટલીક સંસ્થાઓના ઓપિનિયન પોલ બહાર આવ્યા છે. જગદગુરુ રામભદ્રાચાર્યએ લોકસભા ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરી છે

જગદગુરુ રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યા પછી, રામભદ્રાચાર્ય મૈહરમાં શારદા દેવીના મંદિરે પહોંચ્યા. જગદગુરુ રામભદ્રાચાર્યએ રામ મંદિરના સ્વપ્નને સાકાર થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો સનાતન ધર્મની વિરુદ્ધ છે તેઓ રામ મંદિરને લઈને દુઃખી છે. રામ મંદિરમાં રામલલા હાજર રહે તે કરોડો ભક્તોનું સપનું હતું. આનાથી તમામ ભારતીયો ખુશ થયા છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલી સીટો મળશે? જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે દાવો કર્યો કે આ વખતે ભાજપને 370થી વધુ સીટો મળશે. 3 નવેમ્બર, 2023ના રોજ જગદગુરુ રામભદ્રાચાર્યએ ભવિષ્યવાણી કરી હતી કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની આગામી લોકસભા ચૂંટણી પર કોઈ અસર પડશે? તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈ અસર નહીં થાય.

Related posts

વાવાઝોડાની અસર શરૂ, અમદાવાદમાં ૨૪ જેટલા વૃક્ષ ધરાશયી, હેલ્પલાઈન નંબર જાહેર કરાયા

Ahmedabad Samay

અમદાવાદના આનંદનગરમાં ૨૫ મકાન બળીને થયા ખાક

Ahmedabad Samay

રાજ્યમાં ૧૬ જેટલા પી.આઇ ની બદલી કરાઈ

Ahmedabad Samay

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

Ahmedabad Samay

જ્યાં સુધી BRTS બંધ છે ત્યાં સુધી કોરિડોરનો તમામ વાહન ઉપયોગ કરી શકશે

Ahmedabad Samay

અંબાલાલ પટેલે 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો