આજ રોજ અમદાવાદના વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા એજ્યુકેશનના ક્ષેત્રે સફળતાપૂર્વક વર્ષ અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વાર્ષિક સ્નેહ મિલનનુ આયોજન કરવામા આવ્યું હતુ, આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશનમા કોમ્પ્યુટરના લગતા તમામ કોર્ષ કરવામા આવે છે, આઈટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશનમા સફળતાપૂર્વક શિક્ષણ પામેલ વિદ્યાર્થીઓ આજ એક સફળમુકામ સુધી પહોચ્યા છે.
આ વાર્ષિક સ્નેહમિલનમા એજ્યુકેશનમાથી સફળતાપૂર્વક કારકિર્દી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓએ પણ પોતાની હાજરી આપી હતી,
આ કાર્યક્રમમા ચીફ ગેસ્ટ તરીકે સાબરમતી વિધાનસભાના પ્રભારી શ્રી બીપીનભાઈ પટેલ, AMC એજ્યુકેશન બોર્ડના મેમ્બર શ્રી લીલાધર ખડકે, નરોડા વોર્ડના કાઉન્સિલર શ્રી રાજેશ સોલંકી અને અમદાવાદ સમય સમાચારપત્રના તંત્રી શ્રી વિશાલ પાટનકર હાજર રહ્યા હતા અને આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશનના સંચાલક શ્રી રાહુલ શર્માને અને શ્રી સંતોષભાઇને તેમના સફળતાપૂર્વક કારકિર્દીને પ્રોત્સાહન આપ્યુ હતુ અને પ્રોગ્રામમા સારુ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામા આવી હતી.